જીવન

તડકી છાંયડી જોતા જોતા વીતી ગયું જીવન
આજે મળ્યું, કાલે કોને ખબર કેવું હશે જીવન.
મોજીલા બાળપણની શરૂઆત, આધેડ વયની વાતો
વૃધ્ધાવસ્થાની આરે આવતા, થયા અંગ-ઉપાંગ શિથિલ 
હવે લાગે છે પારકું થયું આ હાથ - પગ અને હૈયું.
ભાડું ચૂકવી ખાલી કરવું પડશે હવે આ મનમોજીલુ નગર.
ભાડાના મકાનમાં રહેતા રહેતા ક્યારે વીતી ગયું જીવન,
તડકી છાંયડી જોતા જોતા વીતી ગયું જીવન.
Gayatri Desai 

Comments

Popular posts from this blog

ભાભી

પપ્પા

સમયની સંતાકૂકડી