ભાભી
મારો કાળજાનોં કટકો,વહાલ નો દરિયો ,માં જેવી છબી મારી ભાભી.
મારા ભાઈ ની જીવનસંગિની એટલે ભાભી,
ભાઈને હરદમ સાથ આપનાર સખો એટલે ભાભી.
ભાઈની દરેક ખુશીઓ નો ખજાનો એટલે ભાભી,
ભાઈને મુશ્કેલી માં અટલ સહારો એટલે ભાભી.
માની પ્યારી પરછાઇ એટલે પ્યારી ભાભી,
માનો ઘડપણ નો સહારો એટલે મારી ભાભી.
માની એક બૂમ નો જવાબ એટલે ભોળી ભાભી,
પપ્પા ની માન મર્યાદા એટલે મારી સુશીલ ભાભી.
અમારા માટે વહાલ ની મુરત એટલે વહાલીભાભી,
અમારી મૂંઝવણો નો ઉકેલ એટલે મારી ભાભી.
હરદમ હસતી હસાવતી ઘરને હર્યુંભર્યું રાખતી ભાભી,
આખા ઘરનો ભાર સહી ને ચહેરો હસતો રાખતી ભાભી.
મમ્મીની ટકોર, પપ્પાનો ઠપકો સાંભળીને ક્યારેક આંખ છલકાવતી,
છલકતી આંખે પણ ઘરને પ્રેમથી સંભાળતી મારી ભાભી.
અરે!! આ તો મારી માં ના જેવીજ છે મારી પ્રેમાળભાભી,
માંના સ્થાને તને બેસાડું તું સદાય હસતી રહે મારી ભાભી.
Gayatri Desai.
Very nice
ReplyDelete