પપ્પા
વડલાની છાયા, મારા પપ્પા.
જ્યારથી સમજણ આવી ત્યારથી પપ્પાને જોયા પણ સમજ્યા નઈ પપ્પાને
પપ્પાના ઠપકા સાંભળ્યા પણ એની પાછળના ભાવ ના સમજ્યા
પપ્પાની કડકાઈ જોઈ પણ અંદરથી નાળિયેર જેવું કોમળતા ના જોઈ
શૂન્યમાંથી સર્જન કરીને, સુંદર જીવન આપ્યું એમને,
પણ એમાંથી એમણે કશુજ ના ભોગવ્યું એ ના જોયું.
એમના ભાગમાં આવેલી બધીજ ફરજો જોઈ,
પણ એમના હક્કનું એમને શું મળ્યું એ ના જોયું.
પપ્પાના શબ્દોની કડવાશ જોઈ પણ એમના શબ્દો પાછળની વ્યવહારું વાતોની મીઠાશ ના જોઈ.
સિદ્ધાંતોના પાલન માટેનો આગ્રહ જોયો,
પણ એના પાછળ રહેલી એના મૂલ્યને સમજાવનારી તાકાત ના જોઈ
પપ્પા તમે તો અમને સુંદર જિંદગી આપવા તડકી અને છાંયડી બન્ને જોઈ પણ તમારા પોતાના માટેની કોઈ સગવડોની ઇચ્છાપૂર્તિ ના જોઈ.
માતાપિતા, ભાઈબહેન અને બાળકોની જવાબદારીના બોજા હેઠળ તમારી જિંદગી વ્યતીત થઈ ગઈ પણ એ જિંદગી માટેની તમારી કોઈ જરૂરિયાત ના જોઈ.
સરળ અને સાદગીભર્યું જીવન જીવતા શીખવાડ્યું તમે
જીવનમાં આવનારી દરેક મુશ્કેલીનો સામનો કરતાં શીખવાડ્યું તમે.
સાવજ જેવી ગર્જના અને ઉદાર હૈયા સાથે દુનિયાનો દાખલો બન્યા છો તમે
પરિવાર અને સમાજની સેવામાં અવિરત કાર્યશીલ રહ્યા છો તમે .
ગર્વ છે મને આજે તમારી છત્રછાયામાં અમે સહુ સંતાન નિર્ભય બનીને આ રૂઢિચુસ્ત સમાજ વચ્ચે જીવી શક્યા છીએ.
"નિશાન ચૂક માફ પણ નીચું નિશાન નહિ માફ "
આ સૂત્ર સાથે પ્રગતિના પંથ પર જીવનની ઊંચાઈઓને સ્પર્શવા માટે પ્રોત્સાહન બની રહ્યા છો તમે.
Gayatri Desai
Comments
Post a Comment