દીકરી
મારા ઘરેણાં નું માણેક મારી દીકરી
મારા ઘરની શોભા મારી દીકરી
મારા આંગણાનો કુમળો રોપો મારી દીકરી
મારા રોપાની કળીએ કળીએ કુંજન કરતી મારી દિકરી
મારા કુળની માળાનું મોતી, બીજા કુળની માળાની શોભા બની ગઈ..
મારું પારેવડું, એને પાંખ આવી ગઈ,
એ ઊડતા શીખી ગયું અને ઉડીને એના માળામાં ભરાઈ ગયું.....
Gayatri Desai
Comments
Post a Comment