મારી સંસ્કૃતિ
આજની આધુનિકતામા કચડાઈ ગઈ,
જ્યોત વગર અંધારામાં ખોવાઈ ગઈ.
મોર્ડન વિચારોના વડમાં વીંટળાઈ ગઈ,
જોને! આ મારી સંસ્કૃતિ વિસરાઈ ગઈ.
દંભ અને દેખાડા વચ્ચે અટવાઈ ગઈ,
માણસોના આવ અને આવકાર ગળી ગઈ.
ભાવ અને લાગણીઓના સ્વાદને ભૂલી ગઈ,
જોને! આ મારી સંસ્કૃતિ મુજથી વિસરાઈ ગઈ.
કાલ સુધી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાચતા હતા,
વેશભૂષા, લોક નૃત્ય,લોકનાટક,લોકસંગીતમાં ઝૂમતા હતા,
આજે પ્રસંગોની મોજ માણવાનું ભૂલી જઈને,
અંગ્રેજી કૅલેન્ડરના ન્યુ યર પાર્ટીઓમાં નાચવા લાગ્યાં.
જોને! આ મારી સંસ્કૃતિ મુજથી વિસરાઈ ગઈ.
પરિવારોના પારખાં કરીને, સંબંધોમાં એકલતા આઇ ગઈ,
શેરીઓમાં અલ્લડ મિજાજ સાથે રમતા હતા, ખો-ખો અને કબડ્ડી,
આજ મોબાઈલ અને આંગળીઓના ટેરવા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ.
બસ નામની, શાસ્ત્રો અને જૂના થોથાઓમાં સચવાઈ ગઈ.
જોને! આજ મારી સંસ્કૃતિ મુજથી વિસરાઈ ગઈ.
જોને! આજ મારી સંસ્કૃતિ મુજથી વિસરાઈ ગઈ.
Gayatri Desai
Comments
Post a Comment