તારો થયો

કેમ છો ગુજરાત! હું ગાયત્રી ગુજરાતી ફરી એકવાર નવી વાત નવા વિચાર સાથે. આજનો મારો વિષય છે પ્રેમની પરિભાષા એટલે કે "તારો થયો" જે હિતેનકુમાર જેવા ગુજરાતી ફિલ્મોમાં આગવું સ્થાન ધરાવનાર અભિનેતા અને  શ્રેષ્ઠ લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈધ દ્વારા અભિનીત સુંદર ફિલ્મ છે. મિત્રો! love at first sight અને ઉપરછલ્લા આકર્ષણના યુગમાં ભોળવાઈ ગયેલા પ્રેમીઓને સાચો પ્રેમ મળવો મુશ્કેલ છે, અને જો મળી જાય તો એને નિભાવવો એના કરતાં પણ વધારે મુશ્કેલ છે. કોઈને ગમવું એ કોઈ મોટી વાત નથી, પણ કોઈને હંમેશા ગમતા જ રહેવું એ નસીબની વાત છે.તાજેતરમાં આવનારી 'તારો થયો' ફિલ્મની થોડી ઝલક જોતા જ એમ થાય છે કે આ દોડાદોડી અને હરીફાઈના સમયમાં ખરેખર સાચા પ્રેમનું અસ્તિત્વ હજી છે, અને એમાં પણ કેદાર અને મિતાલી ના પાત્રોને જોઈને તો એમજ લાગે છે કે પ્રેમ સદાય જીવંત જ છે બસ એને માણતા આવડવો જોઈએ...પ્રેમ ક્યારેય સમય કે ઉંમર નથી જોતો એ આ બંને પાત્રો શીખવાડે છે. કેદારના પાત્રમાં હિતેનકુમાર અને મિતાલીના પાત્રમાં કાજલ ઓઝા વૈદ્યને જોઈએ તો એમની ઉંમરના દરેક પાત્રને આવા પ્રેમની ઝંખના થઇજ જાય એ સ્વાભાવિક છે. ...જો તમને પણ આવો પ્રેમ મળ્યો હોય તો એને જવા ન દેતા, હરદમ હૈયું હારીને એના જ થઈને રહેજો.......અને કહેજો..."તારો થયો"...

Gayatri Desai 

Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા