સમયની સરવાણી
વાણી અને ભાષા વચ્ચે દુનિયા આખી અટવાય છે,
આધુનિક વેશમાં અને જુનવાણી વિચારોમાં.
સમય સાથે ચાલવામાં ખૂબ હાંફી જવાય છે,
જો સાથે ના ચાલીએ તો પાછળ રહી જવાય છે.
જો આગળ વધી જઈએ તો ઘણું પાછળ રહી જાય છે,
પાછળ રહી ગયેલા ને યાદ કરતા સમય વહી જાય છે.
એમ
સમયના વહેણને કોણ રોકી શક્યું અહીં,
દેશી અને એસી વચ્ચે જગત આખું રગદોળાય છે.
Gayatri Desai
Comments
Post a Comment