નવું વર્ષ, જૂની જિંદગી.

જિંદગી!! તારાથી મને કોઈ ફરિયાદ નથી, તારી સાથે કોઈ વિવાદ નથી.
તો શું કામ કરું તને બદલવાનો પ્રયત્ન નવા વર્ષમાં, કેમકે મારી મનની કોઈ મુરાદ નથી.
જે મળ્યું એ જાણ્યું, ખુશીઓથી વધાવ્યું, સ્વીકાર્યું, એ ભોગવ્યું.
જે ના મળ્યું એ ના ઝંખ્યું, ના યાદ કર્યું, ના મેળવવાં મન કદી વલખ્યું.
શરૂઆતના દિવસો અને અંતની રાતો હંમેશા વસમી હોય છે, 
પણ જો ખુશીથી સ્વીકારીએ તો એ સદાય સુખરૂપી હોય છે.
એ જિંદગી! તું આમજ હસતી હસાવતી રહેજે, રડાવવા તો આખી દુનિયા છે.
દુનિયાનો ભરોસો નથી પણ તું આમજ સાથ આપતી રહેજે.
નવા વર્ષમાં પણ બસ એક તારો સાથ, બીજો કોઈ ન જોઈએ સંગાથ.
Gayatri Desai 

Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા