પતાવટ
જિંદગીમાં અનુભવોની જમાવટ કરી મેં
એમાં લાગણીઓની સજાવટ કરી મેં.
ભલે અનુભવ કડવો કે મીઠો,
એનાથી ઘટેલી ઘટનાઓની પતાવટ કરી મેં.
અરે, આતો બધું આપોઆપ થયું,
અને મને લાગ્યું કે આ બધી મહેનત કરી મેં.
થોડું પડતું મૂક્યું, થોડું જતું કર્યું,
થોડું ના ગમ્યું તો પણ જાતે સ્વીકાર્યું મે.
થયો આત્મસંતોષ જે મળ્યું તેને સ્વીકારવાનો,
અને એટલેજ બધું આપોઆપ થયું અને મને લાગ્યું,
કે આ બધી જમાવટની પતાવટ કરી મેં.
Gayatri Desai
Comments
Post a Comment