જિંદગી જીવી લેવા દે....
રણઝણ કરતાં વિચારો આવે છે અને ખટખટાવે છે
મનના દ્વાર,
રણઝણ કરતાં સપનાઓ આવે છે અને ખટખટાવે છે નીંદરના દ્વાર.
મન કહે છે વિચારોને, હવે ઝંપીને થોડું વિરમવા દે;
નિંદર કહે છે સપનાઓને હવે શ્વાસ તો થોડો લેવા દે.
જિંદગી આમજ વહી ગઈ સપનાઓ અને વિચારોમાં;
જે આવે છે એમને આવવા દે, જે જાય છે એમને જવા દે, હવે તો થોડી જિંદગી જીવી લેવા દે!
Gayatri Desai
Comments
Post a Comment