દેખાડાનું વહેણ
સાજ સજી છે સૃષ્ટિ સુંદરતાના શણગારે,
સહુ વધી રહ્યા છે આગળ એકમેકના સથવારે.
હું એકલ શીદ વહી જાઉં દેખાદેખી હારે,
નથી હવા નથી નીર હું, એમ કેમ ઉછળી- કૂદી વધુ એમની હારે,
દેખાદેખીમાં આગળ વધવા જતા ક્યાંય ના મળે આરો.
આ દેખાડાની દુનિયાનો મને ના ગમે ઝાગઝગારો,
બસ વધે રાખ્યે તો સમય અને શક્તિનો બગાડ મારો.
Gayatri Desai
Comments
Post a Comment