જિંદગી
જિંદગી મળી, એને માણી, બાળપણથી યુવાની સુધી એને અનુભવી. હવે જ્યારે જીવનની અનેક રમખાણોમાંથી ગુજરી ચૂક્યા પછી શાંતિનો ધબકારો જોઈએ છે, ત્યારે એ ધબકતો નથી, સુખનો ચમકારો જોઈએ છે પણ એ ચમકતો નથી, સ્નેહનો સમદર જોઈએ છે પણ એ છલકાતો નથી....કારણ???
જીવન એક ઝંઝાવાત થઈને આગળ વધતું રહ્યું. એને ના જાણ્યું ના સમજ્યું બસ વધતું રહ્યું. હકીકતથી ના ઊજાગર થયા અને એ નીકળતું રહ્યું. જ્યારે જે મળતું હતું એ લીધું નહી, જે આવતું હતું એ આવવા દીધું નઈ, અભિમાનની પાળ બાંધીને એના પર લટકતા રહ્યાં, કોને મારી જરૂર છે એ ના જોયું પણ કોની મારે જરૂર છે એ શોધ્યા કર્યું અને આવા સ્વાર્થના વડલાની વડવાઈઓએ લટકતાં રહ્યા. કર્મોના ભારા બાંધ્યા, હવે શું?? એ ભારાનો ભાર ઉપાડીને....ઊભા રહો રાહ જોઈને. એક દિવસ, ....બસ.....એક દિવસ....એ શાંતિનો ધબકારો, સુખનો ચમકારો, સ્નેહનો સમદર કાશશશશ......રસ્તામાં મળી જાય....
GAYATRI DESAI
Comments
Post a Comment