મારો કાળજાનોં કટકો,વહાલ નો દરિયો ,માં જેવી છબી મારી ભાભી. મારા ભાઈ ની જીવનસંગિની એટલે ભાભી, ભાઈને હરદમ સાથ આપનાર સખો એટલે ભાભી. ભાઈની દરેક ખુશીઓ નો ખજાનો એટલે ભાભી, ભાઈને મુશ્કેલી માં અટલ સહારો એટલે ભાભી. માની પ્યારી પરછાઇ એટલે પ્યારી ભાભી, માનો ઘડપણ નો સહારો એટલે મારી ભાભી. માની એક બૂમ નો જવાબ એટલે ભોળી ભાભી, પપ્પા ની માન મર્યાદા એટલે મારી સુશીલ ભાભી. અમારા માટે વહાલ ની મુરત એટલે વહાલીભાભી, અમારી મૂંઝવણો નો ઉકેલ એટલે મારી ભાભી. હરદમ હસતી હસાવતી ઘરને હર્યુંભર્યું રાખતી ભાભી, આખા ઘરનો ભાર સહી ને ચહેરો હસતો રાખતી ભાભી. મમ્મીની ટકોર, પપ્પાનો ઠપકો સાંભળીને ક્યારેક આંખ છલકાવતી, છલકતી આંખે પણ ઘરને પ્રેમથી સંભાળતી મારી ભાભી. અરે!! આ તો મારી માં ના જેવીજ છે મારી પ્રેમાળભાભી, માંના સ્થાને તને બેસાડું તું સદાય હસતી રહે મારી ભાભી. Gayatri Desai.
વડલાની છાયા, મારા પપ્પા. જ્યારથી સમજણ આવી ત્યારથી પપ્પાને જોયા પણ સમજ્યા નઈ પપ્પાને પપ્પાના ઠપકા સાંભળ્યા પણ એની પાછળના ભાવ ના સમજ્યા પપ્પાની કડકાઈ જોઈ પણ અંદરથી નાળિયેર જેવું કોમળતા ના જોઈ શૂન્યમાંથી સર્જન કરીને, સુંદર જીવન આપ્યું એમને, પણ એમાંથી એમણે કશુજ ના ભોગવ્યું એ ના જોયું. એમના ભાગમાં આવેલી બધીજ ફરજો જોઈ, પણ એમના હક્કનું એમને શું મળ્યું એ ના જોયું. પપ્પાના શબ્દોની કડવાશ જોઈ પણ એમના શબ્દો પાછળની વ્યવહારું વાતોની મીઠાશ ના જોઈ. સિદ્ધાંતોના પાલન માટેનો આગ્રહ જોયો, પણ એના પાછળ રહેલી એના મૂલ્યને સમજાવનારી તાકાત ના જોઈ પપ્પા તમે તો અમને સુંદર જિંદગી આપવા તડકી અને છાંયડી બન્ને જોઈ પણ તમારા પોતાના માટેની કોઈ સગવડોની ઇચ્છાપૂર્તિ ના જોઈ. માતાપિતા, ભાઈબહેન અને બાળકોની જવાબદારીના બોજા હેઠળ તમારી જિંદગી વ્યતીત થઈ ગઈ પણ એ જિંદગી માટેની તમારી કોઈ જરૂરિયાત ના જોઈ. સરળ અને સાદગીભર્યું જીવન જીવતા શીખવાડ્યું તમે જીવનમાં આવનારી દરેક મુશ્કેલીનો સામનો કરતાં શીખવાડ્યું તમે. સાવજ જેવી ગર્જના અને ઉદાર હૈયા સાથે દુનિયાનો દાખલો બન્યા છો તમે પરિવાર અને સમાજની સેવામાં અવિરત કાર્યશીલ રહ્યા છો તમે . ગર્વ
Comments
Post a Comment