દર્દ ની દવા
કેટલાક લોકો કહે છે કે એમનું જીવન બઉ દુઃખ અને દર્દ થી ભરેલું છે, તકલીફોનો ક્યારેય અંત જ નથી આવ્યો, જેમ છુટકારો મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહો એમ એ વધતી જ જાય છે, આ દર્દ ક્યારેય ઓછું થતુંજ નથી...દર્દ એ પાકી ગયેલા ગૂમડાં જેવું છે એને જેમ છંછેડો એમ એ વધતું જાય અને એના ઉપર મલ્હમ લગાવીને છોડી દો તો એ સૂકાઈ જાય, એમ દુઃખ નું પણ એવુજ છે એને જેમ વધારે મહત્વ આપો એમ એ વધ્યે જાય પણ જો એના ઉપર સ્વજનોની હૂંફ નો મલહમ મળી જાય તો એ મૂળમાંથી જતું રહે છે .દર્દ એ ભૂત કે ચુડેલ જેવું છે એને જો વધારે મહત્વ મળવા લાગે તો એ ઘર કરી જાય છે એને પણ મજા આવવા લાગે છે એટલે એ ક્યારેય આપણને છોડતું જ નથી.
કોઇને એ જોઈતું જ નથી, બધાને એની દવા અને દુઆ જ જોઈએ છે.
દર્દને પણ દર્દ થાય છે, એની પણ લાગણીઓને સમજો. જ્યારે પણ કોઈ એના માટે અણગમો વ્યક્ત કરે ત્યારે એને પણ દુઃખ થાય છે, અને એટલેજ એનાથી છૂટકારો મેળવવા નો પ્રયત્ન કરશો તો એ ક્યારેય નહિ છૂટે..એને પકડી ના રાખશો, એને મુક્ત થવા દો તો એ તમને પણ મુક્ત કરી દેશે. જો એને પણ બીજી બધી લાગણીઓની જેમ જોશોને તો ખબર પડશે કે એને પણ જેમ વાગોળે રાખશો એમ વધ્યે રાખશે, વહાલ અને પ્રેમ ની જેમ, સંબંધોની હૂંફની જેમ. પ્રેમ અને પીડા, સુખ અને દુઃખ બધુજ જો ઈચ્છાથી મળતું હોત તો વિચારો આ દર્દનું સ્થાન ક્યાં હોત??
આ બધામાં મારો એકજ સંદેશો છે કે દર્દ ની અવગણના કરીને મુક્ત રીતે જીવો અને એને પણ મુક્ત થવા દો પછી જુવો એ ક્યારે મુક્ત થઈ ગયું એની તમને ખબર પણ નઈ પડે.
Gayatri Desai.
Comments
Post a Comment