મારું અમદાવાદ

નાનું કે મોટું, જેવું છે તેવું આ છે મારું અમદાવાદ
એના જેવી જોડ ક્યાંય ના જોવા મળે, 
એવું છે મારું અમદાવાદ...

સુંદર અને મજાનું, અહેમદ રાજાનું બનાવેલું
સંસ્કારથી ભરેલું, સંસ્કૃતી થી સજાવેલું.
આ છે મારું અમદાવાદ....

જુદા જુદા વિસ્તારોને એક સાથે સાંકળી રાખતું
ક્યારેક ક્યારેક કોમી રમખાણોમાં સતત ઝઝુમતું 
આ છે મારું અમદાવાદ....

દરેક પરિસ્થિતિમાં કદમથી કદમ મિલાવીને ચાલનારું 
હરદમ હરપળ સતત ધબકતું ,સાથે રડતું સાથે હસતું
આ છે મારું અમદાવાદ....

સીદી સૈયદની જાળી,ઝૂલતા મિનારા , રાણીનો હજીરો
ભદ્રનો કિલ્લો, ગાંધીઆશ્રમ અને સાબરમતીનો કિનારો

આવા તો ઘણાય ઐતિહાસિક વારસાને સાચવી રાખતું 
આ છે મારું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ...

આતિથ્યભાવથી ભરેલું, સ્વાભિમાન સાથે ટકેલું
ખાણીપીણીનું અને ઉજાણી માટે જાણીતું એવુ
આ છે મારું અમદાવાદ....

ભારતનું મોંઘુ ઘરેણું  અને ગુજરાતનું ધબકતું હૃદય
ધરતીમાંનું આ નજરાણુ ,સદાય સન્માનથી સચવાણું

આ છે મારું ગૌરવવંતું અમદાવાદ....તને શત શત પ્રણામ ઓ મારું અમદાવાદ....
Gayatri Desai

Comments

Post a Comment

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા