કલમ

કલમ ક્યારે શું કરી શકે એની કલ્પના કોઈ નાં કરી શકે.

 
આજે ઘણાં દિવસો પછી કલમ ઉપાડી ત્યારે કલમ નું વજન સમજાયું, એનું મહત્વ સમજાયું,એની તાકાત સમજાઈ. એ ધારે તે કરી શકે છે. કોઈની લાગણીઓ ને રજૂ કરી શકે છે તો કોઈના જ્ઞાન ને જાહેર કરી શકે છે. કોઈની આબરૂ વધારી શકે છે તો કોઈની આબરૂ બગાડી પણ શકે છે. આ સમાજને ડૉક્ટર, શિક્ષક કે એન્જિનિયર આપી શકે છે, કોઈ એકલું હોય તો એનો હમદર્દ પણ બની શકે છે અને કોઈ ટોળા વચ્ચે હોય તો એનો ગવાહ પણ બની શકે છે. એટલેજ આજે કલમ સાથે વાત કરવાની ઈચ્છા થઈ ગઈ, એને જીવન સંગિની બનાવવાની ઈચ્છા થઈ ગઈ.

ચાલ કલમ, આપણે બંને મળીને દુનિયા ને બતાવીએ
દુનિયાદારી શું ચીજ છે, એ દુનિયા ને સમજાવીએ.
દુનિયા માં આવ્યાં છીએ તો ધક્કો ખાઈને પાછું નથી જવું
કંઇકતો કરવું છે,આવ્યાં છીએ તો એમજ વળી નથી જવું
તને શાહી વગર નથી ચાલવાનું,શાહીને પેપર વગર નથી ચાલવાનું
મને દુનિયા વગર નથી ચાલવાનું, પણ દુનિયાને મારા વગર...?
ખબર નથી....,મારે તો ખાલી ધક્કો ખાઈને પાછું નથી જવું
કંઇક કરવું છે, પણ શું કરવું છે???એ પણ ખબર નથી....
મૃત દુનિયા ને જીવંત બનાવવી છે,આઝાદ બનાવવી છે.
લોકોને એમના લક્ષ્ય તરફ દોરવા છે.. પણ કેવી રીતે??
 એ ખબર નથી..........
આજની આ દુનિયા એની દુનિયામાં જ જીવે છે,
એ મારી વાત સાંભળશે??? એ ખબર નથી.......
પણ કલમ! તારી વાત જરૂર સાંભળશે એ ખબર છે..
કેમકે આ દુનિયા વાચા નહી પણ લખાણ પર વિશ્વાસ કરે છે.
કોઈકનાં લખેલાં શબ્દો ને કોપી પેસ્ટ કરવામાં સમજે છે
કોઇનાં સિધ્ધાંતો ને પણ કોપી પેસ્ટ કરે તો કેટલું સારું.
તારાં દ્વારા લખાયેલા થોથા નાં આધારે જિંદગી કાઢી દેશે
પણ કોઈ અનુભવી નાં અનુભવ ને તુછકારી કાઢશે.
એ અનુભવો એમણે થોથા માં નથી વાંચ્યા કે નથી લખ્યાં.
કેમકે આ દુનિયા તો કોપી પેસ્ટ ની છે.
જૂના થોથા ને નવું પુંઠું ચડાવીને નવું સ્વરૂપ આપી દેવાનું
પણ એમને એમના જીવન માં પૂંઠું ચડાવતા નથી આવડતું
ચાલ કલમ આજે આ દુનિયા ના મુખ્ય પૃષ્ઠ પર સજાવટ કરીએ
એને નવું સ્વરૂપ આપીએ નવા અક્ષરો,નવી વાતોથી.
નવા વિચારો, નવી જીવન જીવવાની કળાઓ થી.
પણ એ સ્વીકારે તો જ.... તારી ને મારી લાગણીઓ...
ચાલ કલમ આજે આ દુનિયાને બતાવીએ,
આપણે બંને મળીને દુનિયાને સમજાવીએ...
જો સમજે તો........ કેમકે આ દુનિયા છે ભાઈ...
તારા મારાથી સમજવાની નઈ...


Gayatri Desai.






Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા