કલમ-2

ચાલ કલમ આજે આપણે દુનિયાને બતાવીએ.

આપણે બંને મળીને આજે દુનિયાને સમજાવીએ.


દેશની દિકરી ને સાવધાન બનાવીએ, એને મજબૂત બનાવીએ.આ દેશ માં કેટલાં માયકાંગલા છે ,કેટલા વીર છે,એની એમને ખબર પાડીએ.
કેટલાં નથી બોલતા અને કેટલાં બોલે છે એમાંથી એમનો વર્ગ જુદો પાડીએ.બોલીને ઘર માં કેટલા બેસી રહે છે,અને ઘરની બહાર ખાલી બોલેજ છે,એવા નમાયા બહાર કાઢીએ.

દિકરી નાં બાપ ને તો ચિંતા તો હશેજ,પણ ખાલી પોતાની દીકરી ની..બીજાની દિકરી નો ઉપયોગ કેવી રીતે કરવો એજ એમની સજ્જનતા છે.
પોતાની બહેન ની રક્ષા કેવી રીતે કરવી એ વાતનું ધ્યાન છે
પણ બીજાની બહેન ની છેડતી કરવી એ એમનો અધિકાર છે.
ક્યાં સુધી દીકરીઓ ઘર માં છુપાઈ ને બેસી રહેશે આ નરાધમો થી બચવા માટે ક્યાં સુધી કોઈનો સહારો લેતી રહેશે.
જે બાપ એની દીકરી ને હેતથી ને સમાજ ના ડરથી સાચવે છે, જે ભાઈ એની બહેન ની રક્ષા કરે છે, એજ બીજાની બહેન દિકરી ની આબરૂ લૂંટે છે.
તો પછી એ બહેન દીકરી ની રક્ષા કોણ કરશે?????
એક માં, એક દિકરી, એક બહેન....
હાં, કડવું છે પણ સત્ય છે. એક સ્ત્રી જ સ્ત્રીની રક્ષા કરી શકે છે. 
ચાલ કલમ આજે એ દીકરીને સમજાવીએ
એનું રક્ષણ એને જાતેજ કરવાનુ છે, એને બતાવીએ.
બધીજ માં,બહેન દિકરી.... એક જૂથ થઈ જશે
 આ નરાધમોનો અંત આ સ્ત્રીશક્તિ જ કરી લેશે.
આ રક્ષક ની પાછળ છુપાયેલા ભક્ષકને એ ઓળખી લેશે.
નથી જરૂર એને કોઈ કાયદા કે  કોઈ મર્યાદાની.
એજ એનો કાયદો અને મર્યાદાની રચના કરી લેશે.
એની હદ બતાવનાર ને એ હદ બતાવી દેશે.
ચાલ કલમ આજે એ દીકરીને એની શક્તિ બતાવી દઈએ,
એ શું કરી  શકે છે એની એને જાણ કરાવી દઈએ....
એને જાણ કરાવીએ, દુનિયાને જાણ કરાવીએ,
એ અબળા નથી સબળા છે ,સમાજ ને યાદ કરાવીએ.

GAYATRI DESAI.


Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા