વહાલ નો દરિયો

 કોઈના ઘર માં એક દીકરી તરીકે જન્મ લેવો, એ ગર્વ થી પણ મોટું ગર્વ છે.. .. એ દિકરી નાં  ઘરે  દિકરી નો જન્મ થવો.

      અત્યાર સુધી એક દિકરી તરીકે લાડ પ્રેમ માં ઉછરી ને પછી લગ્નજીવન ની જવાબદારી નાં બોજા માં જકડાઈ ગયેલી એક માની કોખે દીકરીનો જન્મ થાય ત્યારે તે માં ને જે લાગણી અનુભવાય એ કોઈ ના અનુભવી શકે . એક અદભૂત લાગણી...

જાણે સ્વર્ગમાં જઈને સ્વર્ગની પરી ને નાં લઈ આવી હોય!!!

જાણે દરિયામાં જઈને છીપમાંથી મોતી નાં લઈ આવી હોય!!

જાણે સુંદર બગીચામાંનું સૌથી સુંદર ફૂલ નાં લઈ આવી હોય!!!

જાણે દુનિયાની સૌથી  અમૂલ્ય ભેટ ખોળામાં નાંઆવી ગઈ હોય!!

આ બધુજ લઈને જાણે વહાલનો દરિયો એના ઘરે જ નાં આવી ગયો હોય!!!

      જ્યારે આવી અનુભૂતિ થાય ત્યારે દુનિયાનુ સર્વસ્વ મળી ગયાની અનુભૂતિ થાય...એક તારો સાથ દુનિયા માં તાકાત બની ને આવ્યો હોય...જેને કોઈ ન સમજતું હોય એને દિલ થી સમજનાર આવી ગયું હોય..એવી અદભૂત અનુભૂતિ..

  ધન્યવાદ મારી એ દીકરીને જેણે મારી કુખે,મારા ઘરમાં જન્મ લીધો અને દુનિયાની સૌથી સુખી વ્યક્તિ બનાવી દીધી😘 

આજે એ મારી દીકરી મારા સુખ દુઃખ ની સાથી બની ગઈ છે.મારી જીવનનૈયા ની નાવિક બની ગઈ છે,એનો પ્રેમ અને વહાલ નૈયા નાં હલેસા બની ગયા છે...એની એક મુસ્કાન મારા દર્દ ની દવા બની ગઈ છે...એનું એક આંસુ મારા હૃદયની કમજોરી બની ગયું છે..એનો અવાજ મારી ધડકન બની ગયો છે...એની એક જીદ મારી જવાબદારી બની ગઈ છે....મારી વહાલી દીકરી તું મારા માટે બોજો નહિ પણ મારો ખભો બની ગઈ છે..... અરે!! તું તો મારું જીવન બની ગઈ છે ...પણ હવે જ્યારે તું જુવાની નાં ઉંબરે ચડી ગઈ ત્યારે મારા માટે તું મારું માન સન્માન બની ગઈ છે.... મારી ઈજ્જત ને આબરૂ બની ગઈ છે....મારો તારા પરનો અનહદ વિશ્વાસ બની ગઈ છે......બસ એકજ વાત મને ખુબજ દુઃખાડે છે....તારી વિદાય ની વાત મને હરદમ સતાવે છે... .મને ઊંઘમાં પણ રડાવે છે.... મારું પ્રતિબિંબ મારી છબી જોઈને હું હરદમ હસતી રહી છું...મારી દીકરી તું હંમેશા હસતી રહે ... ઊછળતી રહે... કિલ્લોલ કરતી રહે...તારા સ્મિત ને જોઈને હું જીવતી રહીશ....હું હસતી રહીશ ..તું હસીને મને હસાવતી રહેજે...મારા વહાલના દરિયા તું મને હંમેશા તારી લાગણીઓથી ભીંજવતી રહેજે....

મારા વહાલના દરિયાને  મારો આ લાગણીસભર પ્રેમ સમર્પિત........

Gayatri Desai.









Comments

Post a Comment

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા