તહેવારો ની વણઝાર વચ્ચે સ્વજનો ની યાદ
તહેવારો ની ઉજાણી માં માનવી ની દુનિયા સમાણી'
માનવી ને જન્મ થી જ ઉજવણી ની આદત પાડવામાં આવે છે. બાળક જન્મે એટલે વિધાતા ના લેખ લખવાનો તહેવાર એટલે કે 'છઠ્ઠી ' ના દિવસ થી ઉજવણી ચાલુ થાય છે.એમ કરતાં કરતાં તહેવારો અને વહેવારો ની વચ્ચે જીવન વ્યતીત કરવા લાગે છે.પછી એ તહેવારો માટે વહેવારો સાચવવા હોય કે પછી વહેવારો માટે તહેવારો સાચવવા હોય.પણ આ બધા ની સાથે તેને સ્વજનો ના સહવાસ ની જરૂર પડતી હોય છે.જરૂર તો પડતી જ હોય છે પણ જરૂર ની સાથે સાથે એમના વગર તહેવારો અધૂરા લાગતા હોય છે.
પરિવાર ના સભ્યો સાથે મનાવેલા દરેક તહેવારો ની યાદો મનુષ્ય ને જકડી રાખે છે ...ભલે દરેક તહેવાર ની વિધિ અલગ અલગ હોય પણ સ્વજનો વચ્ચે નો પ્રેમ તો એક જેવો જ હોય છે..એમાં તહેવારો જેવી વિવિધતા જોવા ના મળે.... પછી એ દિવાળી જેવો સામાજિક તહેવાર હોય કે જન્મદિવસ જેવો પારિવારિક તહેવાર હોય...વડીલો ના આશીર્વાદ અને બાળકો ના કિલ્લોલ ની સાથે દરેક તહેવારો ની મજા જ કંઇક અલગ હોય છે. અને આવી રીતે હૂંફ અને પ્રેમ ની વચ્ચે મનાવેલા તહેવાર એ માનવી કેવી રીતે ભૂલી શકે ...
જન્મ થી મૃત્યુ વચ્ચે ની સફર માં એક તહેવાર જ માનવ થી માનવ ને જોડી રાખે છે...વ્યવહારિક બનાવે છે....સમાજ માં રહેતા શીખવાડે છે.. પ્રેમ કરતા શીખવાડે છે અને નફરત ને છોડતા શીખવાડે છે. આ બધું કોનાથી શક્ય છે?? સ્વજનો ના સંગાથ થી ...શું તમે સ્વજનો વિના ના તહેવાર ની કલ્પના પણ કરી શકો છો ??? સમજણ આવે ત્યારથી જ જે સ્વજનો સાથે તહેવારો ની ઉજાણી ની મજા માણી હોય એ સ્વજનો ની ખોટ તને કલ્પી શકો છો ?? અરે ક્યારેક કલ્પના તો કરી જોજો સાહેબ! અમે તો અનુભવી છે... એ સ્વજનો ની ખોટ...એમની કમી...એમની ખાલી જગ્યા...જે ક્યારેય નઈ પુરાય , બસ એમની સાથે વ્યતીત કરેલો સમય અને એમની વાતો જ રહી જાય છે. તહેવાર આવે ત્યારે એવું થાય કે કાં તો આ તહેવાર જાય કાં તો અમારા સ્વજનો પાછાં આવી જાય, પણ એ ક્યારેય શકય નથી બનવાનું. કદાચ સમય ની સાથે જીવન ને આગળ ધપાવવા બધુજ ભૂલી જવાની કોશિશ જરૂર કરશું પણ આ તહેવારો એમને ભૂલવા નહિ દે.....હવે તો એમ થાય છે કે આ તહેવારો માણવાની આદત જ કાઢી નાખવી જોઈએ...તો જ કદાચ આપણે આપણને છોડી ને જનારા સ્વજનો ની આદત કાઢી શકીશું . કેમકે સ્વજનો તો ક્યારેય જીવનભર સાથ આપતા નથી, જ્યારે ભગવાન ને એમની જરૂર પડે છે ત્યારે એ આપણી જરૂરિયાત ને પણ ભૂલી જાય છે અને આપણ ને છોડી ને ચાલ્યા જાય છે. ... એ એમ પણ નથી વિચારતા કે ભગવાન કરતા આપણને એમની કેટલી જરૂર હોય છે... આપણે કેવી રીતે એમના વિના નું જીવન વ્યતીત કરી શકીશું...એમના પરિવાર માં થઇ ગયેલી ખાલી જગ્યા ભગવાન ક્યારેય નથી પૂરવાનો, એતો ખાલી જ રહી જાય છે...અને માણસ લાચાર જ રહી જાય છે ..અશ્રુભીની શ્રદ્ધાંજલિ સિવાય એની પાસે બીજું કઇ નથી હોતું ત્યારે......
Wowww 👌👌
ReplyDelete