મારું મન અને મનની વાતો
મન કહે છે મૌન રહે પણ મૌન રહીને શું મળશે???
મન કહે છે જે મૌન માં શક્તિ છે એ શબ્દો માં નથી.
હું કહું છું શબ્દો માં જે શક્તિ છે એ મૌન માં નથી.
. ચાલો શબ્દો ને પણ વાચા આપીએ. હકારાત્મક વિચારો ની સાથે પ્રગતિ ના પંથે એક ડગલુ ભરીયે.જીવન ની દરેક ક્ષણ ને અનુભવીએ.જીવન જીવવુ કોને નથી ગમતું,પણ જીવવાની એક કળા ને પણ આદત માં નાખીએ.આદત બની જશે જિંદગી, તો સહેલી બની જશે જિંદગી.અમૂલ્ય જીવન ને પણ જીવવા માટે કેટલાંક નીતિ નિયમો અને સિદધાંતો આપીએ. દરેક પરિસ્થિતી નો સામનો કરવાની શક્તિ રાખીએ, થોડું આપણમાટે તો થોડુક બીજા માટે પણ જીવી જાણીએ.
Gayatri Desai.
Amazing❤️
ReplyDeleteExcellent
ReplyDeleteMotivational
ReplyDeleteVery nice
ReplyDelete