માં તારી કહાણી
...આજે રસોઈ કરતા કરતા માં ની યાદ આવી ગઈ... એ બાળપણ ની યાદ આવી ગઈ.કેવી જીદ કરતા હતા મા ની સામે, મમ્મી ની કોઈ વાત નહોતા માનતા.ચાલો એ તો બાળક બુદ્ધિ હતી.પણ આજે મને એમ થયું કે મમ્મી ના હાથ ની સ્વાદિષ્ટ રસોઈ ની પણ કિંમત નહોતા કરતા. અાજે જ્યારે જાતે જમવાનુ બનાવું છું ત્યારે ખબર પડે છે કે કેટલા હેત થી અને કેટલી મહેનત થી માં જમવાનુ બનાવતી હતી.અને અમે બધા ભાઈ બહેનો ની બધી ફરમાઈશો જ અલગ અલગ હોતી. મમ્મી બિચારી કેટલી બાજુ પહોંચી વળે! તો પણ એ બધા ને ખુશ રાખવાની કોશિશ કરતી ,બધાની ફરિયાદ નું નિરાકરણ એની પાસે હોતું.ઘર ના દરેક સભ્યો ની વાતો ને સાંભળતી અને એમની વાતો ને માન પણ આપતી.પોતાની ખુશી નો ક્યારેય એ વિચાર ના કરતી.એને શું જોઇએ છે ,એને શું ગમે છે??? એની કોને પડી હતી? એની કોણ પરવા કરતું હતું??ત્યારે એને પણ મારી જેમ એના બાળપણ ની વાતો યાદ આવતી હશે. એ પણ એની માં ની વાતો યાદ કરતી હશે..........શું દરેક માં ની આજ કહાણી હશેે???
...........જ્યારે મમ્મી ની યાદો માં થી પાછી આવી ત્યાં સુધીમાં તો ગેસ પર મુકેલી દાળ ઉભરાઈ ગઈ,અને થોડી બળી પણ ગઈ... ઘર નું બીજું થોડું કામ પણ બાકી હતું.શું કરું હવે ??રસોઈ સુધારું કે બીજું કામ પતાવું??? કેટલી બાજુ પહોંચી વળું?? ત્યારે મનમાં વિચાર આવ્યો કે મારે તો આજ કરવાનું છે, ઘરનાં સભ્યો ને ખુશ તો રાખવાના છેે.એમની ખુશી મા મારી ખુશી.
આમ વિચારું તો છું.પણ શું હું મનથી સ્વીકારું છું ??ચાલો હું મનથી સ્વીકારું છું પણ શું મારા પરિવાર ને મારા આ સમર્પણ ની ખબર છે??એમને કદર હશે ?? કે પછી મારા ને મારા ભાઈ-બહેનો ની જેમ એ પણ વરસો પછી જ સમજશે???અને ત્યારે મમ્મી એના કામ માં થી નિવૃત્ત થઈ ગઈ હશે...અને એમની જગ્યા ભાભીઓ એ લઈ લીધી હશે... એ સમય વિતિ ગયો જ્યારે મમ્મી ની કદર કરવાની હતી...મમ્મી ના હાથ ની રસોઇ આંગળા સાથે ખાઈ જવાની હતી.. ને એના આ સમર્પણ અને બલિદાન માટે પ્રોત્સાહન આપવાની હતી......તો મમ્મી ને કદાચ એટલો થાક ન લાગત.. મમ્મી એ ઘણા બલિદાન આપ્યા છે અમારી ખુશીઓ માટે..આજે એજ બલિદાન દરેક મમ્મી આપે છે...માટેજ કહું છું મિત્રો તમારા ઘર માં તમારી મમ્મી તમારા માટે કઇ પણ કરે તો એની કદર કરજો...એને પ્રોત્સાહીત કરજો..ભલે કામ માં મદદ કરી શકો તો કંઈ નહીં પણ એના કામ ની કદર જરૂર કરજો .
Comments
Post a Comment