જ્ન્મ મૃત્યું ની સફર

સૃષ્ટિ માં જન્મ લીધો છે તો મૃત્યુ તો નિશ્ચિત છે.
આજે નહી તો કાલે જઈશું, વાત તો નિશ્ચિત છે.

શું લઈને આવ્યા હતા અને શું લઈને જઈશું.
જે અહીંનું છે તે અહીજ મુકીશું,વાત તો નિશ્ચિત છે.

મારા તારા નો ભેદભાવ,સારા ખોટા નો મોહ.
બધુજ છોડીને જવાનું છે,વાત તો નિશ્ચિત છે.

મોહ-માયા ના બંધનને  છુટા તો કરવા પડશે.
સંબંધોની માયાજાળ તોડવી પડશે,વાત તો નિશ્ચિત છે.

જન્મ સમયે તું રડીશ ને મૃત્યું પછી દુનિયા રડશે.
આવતા હસાવિશ ને જતા રડાવિશ,વાત તો નિશ્ચિત છે.

બેસણા માં બેસી ને લોકો ચાલ્યા જશે.
થોડા દિવસ રડીને પછી ભૂલી જશે,વાત તો નિશ્ચિત છે.

દેહ તો  દુનિયા મૂકી દેશે ,તો  શાની કરે ફિકર તું,
આત્મા તારો અમર રહેશે,વાત તો નિશ્ચિત છે.

Gayatri Desai.


Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા