થાક

આજ મન થોડું થાક્યું છે,વિચારો કરતા કરતા આખી રાત જાગ્યું છે.

ક્યારેક હળવી પળો ને યાદ કરીને હસ્યું છે,તો ક્યાંક કપરી પળો ને યાદ કરીને રડ્યું છે.
આજ મન થોડું થાક્યું છે.....

મનની મનમાં ના રહી જાય એટલે કોને સંભળાવું, એ વિચારો માં મુંઝાયું છે.
ક્યારેક કંઇક વધારે ના કહેવાઈ જાય એ વાતે ગભરાયું છે.
આજ મન થોડું થાક્યું છે......

ભૂત - ભવિષ્ય ની ચિંતા કરતા કરતા ક્યાંક અટવાયું છે,સાદગી અને દંભ ની વચ્ચે કચડાયું છે.
કોને શું ગમશે અને કોને શું ફાવશે? એ સવાલો વચ્ચે કચવાયુંછે.
આજ મન થોડું થાક્યું છે......

હસવું,રડવું, પ્રેમ,નફરત ને અનુભવવું...આ બધી લાગણીઓ વચ્ચે એ ફસાયું છે.
જીવન ની ચડતી પડતી વચ્ચે આજીવન ઢસડાયું છે, અંતે તો મૃત્યુ જ છે એ હવે એને સમજાયું છે.
આજ મન થોડું થાક્યું છે...
Gayatri Desai.

Comments

Post a Comment

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા