વરસાદ

ઝરમર ઝરમર, રીમઝીમ રીમઝીમ વરસતો વરસાદ.


ક્યારેક સાવ વધારે ક્યારેક સાવ ઓછો
ક્યારેક  ખૂબ મન મૂકી ને વરસતો વરસાદ.

મેઘધનુષ નાં રંગો લઈને આવ્યો જોને આ વરસાદ,
હરિયાળીની ચાદર ઓઢીને આવ્યો જોને આ વરસાદ.

સૌના ચહેરા પર ખુશીઓ લઈને આવ્યો  આ વરસાદ,
રંગ ,તરંગ ને ઉમંગનો તહેવાર લઈને આવ્યો આ વરસાદ.

જોને તારા મારાં જીવન જેવો છે ને આ વરસાદ??
સુખ દુઃખ નાં ઝાપટા સાથે હરદમ ડરાવતો આ વરસાદ.

ક્યારેક ખુશીઓ ના છાંટા થી ભીંજવતો આ વરસાદ,
તો ક્યારેક ગમ ના કિચ્ચડ માં રગદોળતો આ વરસાદ.

અતિ-અનાવૃષ્ટિ નાં ચક્કરમાં ધરતીને ટલ્લાવતો ,
દુષ્કાળ અને પૂરના ડર વચ્ચે ઝૂઝવાવતો આ વરસાદ.

વીજળી ના કડાકા જેવા  સંબંધો નાં તડાકા,
વાદળો નાં ગડગડાટ જેવો મુસીબતોનો ફફડાટ.

ક્યારે આવશે,ક્યારે આવશે એવી રાહ જોવડાતો
આવ્યા પછી હવે  ક્યારે જાશે એવું મનમાં લાવતો

ખુશીઓનાં એક એક છાંટા માટે તરસાવતી જિંદગી જેવો,
જોને તારા મારા જીવન જેવો,છે ને આ ઝરમર વરસાદ??

 Gayatri Desai.

Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા