ભૂલ
જિંદગી માં જાણતા અજાણતા માણસ થી ક્યારેક ભૂલ થતી જ રહેતી હોય છે....અરે ! ક્યારેક નહી કાયમ થતી હોય છે.
ભૂલમાંથી થતી હોય એ ભૂલ,
જાણતા અજાણતા થાય એ ભૂલ.
કોઈક નું દિલ દુભાવે એ ભૂલ,
કોઈકને રડાવે એ ભૂલ.
કોઈકનું કંઇક બગાડે એ ભૂલ,
કોઈકનું કંઇ ના સુધારે એ ભૂલ.
નાના થી થાય એ ભૂલ,
મોટાં થી થાય એ પણ ભૂલ.
અરે ! ભગવાન નથી માણસ છીએ,
તારાથી,મારાથી, આપણાથી થાય એ ભૂલ.
જેની માફી માંગી શકાય એ ભૂલ,
જેમાં માફી અપાય એ ભૂલ.
સબંધો ભુલાવે એ ભૂલ,
સંબંધો બગાડે એ ભૂલ.
અરે ઓ ભાયા ! હવે આ ભૂલ ના ચક્કર ને ભૂલ,
તો જ ક્યારેય નઈ થાય નાની કે મોટી ભૂલ.
જીવન સુધારવું હોય તો સ્વજનો ની ભૂલ ને ભૂલ,
તું પણ ભગવાન નું બનાવેલું રમકડું છે એ ના ભૂલ.
અંતર ના દુઃખ ને છોડી ને જીવન ને આગળ ધપાવ,
આ જિંદગી ફરીથી નહિ મળે એ નાં ભૂલ.
Gayatri Desai.
Comments
Post a Comment