વિચારો ના વમળોમાં

તું માનવી ઘણું ના વિચાર.......

જીવનરૂપી નૈયા વિચારો ના વમળ માં અટવાઈ જશે. કર્મોરૂપી હલેસા ને હલાવ્યે રાખ.. જળરૂપી જગત પાર થઈ જશે. 

આ દુનિયા માં આવ્યા છીએ તો દુનિયા ને દિલ થી જીવી લે...

મુસીબતો ને હસીને હરાવી દે... 

ખુશીઓ ને પ્રેમથી વધાવી લે...

આ જીવન છે માટી ના માનવી ! એને જીવ થી જીવી લે. 

માર્ગ માં ઘણા કાંટા કંકર આવશે ડરી જઈશ તો જલ્દી તળિયે ઠરી જઈશ ,અને આગળ વધીશ તો તરી જઈશ.

હકારાત્મક વલણ રાખીને નૈયા ને હંકારે રાખ એક દિવસ આ સૃષ્ટિ માં નામ કરી જઈશ..... 

ઓ ! માટી ના માનવી,જીવનને જીવ થી જીવી લે.

સુખ દુઃખ તો સંતાકૂકડી રમ્યા કરશે,તું તારી કૂચ આગળ વધારે રાખ.

ગઇકાલ અને આવતીકાલ ના ચક્ર માં તારા આજને ના ભુલાવે રાખ.. 

ઓ ! માટી ના માનવી ,આ જીવન ને જીવથી જીવી લે.

કોણ શું કહેશે અને કોણ શું કરશે એની ચિંતા માં તું તારું કર્મ ભૂલી ગયો,

દુનિયાની પંચાત માં તું માનવી છે ભગવાન નહી ! એ પણ ભૂલી ગયો.

અરે ઓ! માટી નાં માનવી , તું જીવન ને જીવથી જીવી લે.

Gayatri Desai.

Comments

Post a Comment

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા