સાદગી

ગમે છે મને,
આ સાદગીની સુંદરતા,
આ દંભ અને દેખાડા કરતા સહજતાની સાદગી,
દુન્યવી દેખાડાથી પરે, અને હૃદયથી નીખરતી સાદગી.
આ વાતોમાં સાદગી, વર્તનમાં સાદગી
આચાર,વિચાર અને વ્યવહારમાં સાદગી.
નિર્મળ સ્નેહમાં ટપકતી નખશિખ સાદગી,
હેતાળ વાચાની સ્વાર્થ વગરની સાદગી.
અપૂર્ણતામાં પૂર્ણતાની સાદગી, જુઠ્ઠાણાં વચ્ચે સાચની સાદગી.
નફરત વગરની પ્રેમની સાદગી, ભભકા વગરના શૃંગારની સાદગી.

Gayatri Desai 


Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા