પ્રગતિની ટોચે

મારે આગળ છે વધવું , મારે આગળ છે વધવું 
નથી રુકવું નથી ઝૂકવું, બસ મારે તો આગળ વધવું.

નથી કોઈની સાથે ટકરાવવું, નથી કોઈની સાથે અથડાવુ,
કોઇની પ્રગતિ જોઈને નથી કરવી મારે ઈર્ષ્યા.

કોઇની અધોગતિ જોઈને નથી થવું રાજી,
નથી આગળ જોવું ,નથી પાછળ જોવું.

બસ મારે તો આગળ છે વધવું,આગળ છે વધવું,
ધરતી ને સ્પર્શીને આકાશને છે આંબવું.

નીચેથી શરૂ કરીને બસ ઉપર છે ઊડવું,
ઉપર પહોંચીને અભિમાનને નથી પકડવું 

બસ એજ નિર્મળ કોમળ સ્વભાવ ની સાથે,
મારે આગળ છે વધવું, મારે આગળ છે વધવું.

Gayatri Desai.


Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા