લાગણી નું સરોવર.
લાગણી નું સરોવર
સુંદર સરોવર લાગણીનું મે તો મારા મનમાં બનાવ્યું,
એ સરોવર ને કેટલાં સપનાઓ થી મે તો સજાવ્યું.
સજાવટ માં સાદગી ની લાગણી અને લાગણી ની સાદગી,
મારાં મનને તરબોળ કરી દે એવા ભીના ભાવ ની લાગણી.
મારાં સ્વજનો ને સંબંધો માં જકડી રાખે એવી લાગણી,
ક્યારેય છૂટા ના પડવાની તીવ્ર ઈચ્છા વાળી લાગણી.
લાગ મળે ત્યારે હસી લઈએ, લાગ મળે ત્યારે રડી લઈએ,
સારા નરસા પ્રસંગો ને યાદ કરી લઈએ તેવી લાગણી.
મારા આ લાગણી ના સરોવર ને કયા ખૂણે સાચવીને રાખું,
છલોછલ એવા એના અમૃતજળ ને મન ભરી ને ચાખું.
Very good
ReplyDeleteVery good Gayatri❤️
ReplyDeleteThanks dear
ReplyDelete